વોશિંગ્ટન: કોરોનાવાયરસનો પ્રકોપ ઝેલી રહેલા અમેરિકાએ કોવિડ 19ની સારવાર માટે રેમ્ડેસેવીર દવાના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે FDA મંજૂરીની જાહેરાત કરી. રેમ્ડેસેવીર દવાના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યાં છે. જે દર્દીઓ અતિ ગંભીર સ્થિતિમાં હશે તેમના પર આ દવાનો ઉપયોગ થઈ શકશે. અત્રે જણાવવાનું કે દવાના ટ્રાયલ અંગેનો અહેવાલ ઝી 24 કલાકે સૌથી પહેલા પ્રસારિત કર્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે દવાના ટ્રાયલ અંગેનો અહેવાલ સૌથી પહેલા ઝી 24 કલાકે પ્રસારિત કર્યો હતો.  ઝી 24 કલાકના શીર્ષ સંવાદમાં ડૉ. સુધીર શાહે પણ દવાનો ઉલ્લેખ કર્યો હતો. એડિટર દિક્ષિત સોની સાથે વાતચીતમાં ડૉ. સુધીર શાહે રેમ્ડેસેવીર દવાની વાત કરી હતી. દવાના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળતા હવે કોરોના સામેની લડતમાં તેજી આવી શકે છે. 


દવાના ટ્રાયલની વચ્ચે જ ઈમરજન્સી ઉપયોગ માટે FDA દ્વારા મંજૂરી અપાઈ છે. FDAએ કહ્યું કે આ દવા પૂર્ણ સારવાર નથી પરંતુ મોટી મદદ મળશે. એન્ટી વાયરલ મેડિસિનથી કોરોનાના દર્દીઓને ઠીક કરતા હોવાનો દાવો થયો હતો. 


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે અમેરિકી નિયામકોએ કોરોના સામે લડવા માટે પ્રયોગાત્મક રીતે રેમ્ડેસેવીરના ઉપયોગની ઉમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. ગિલેડ સાયન્સિઝ દ્વારા તૈયાર થતી આ દવાનો ઉપયોગ વાયરલની સારવારમાં થાય છે. કોરોના વાયરસના કેટલાક દર્દીઓ પર તેનું પરિક્ષણ કરાયું છે. તેનાથી દર્દીઓની સ્થિતિમાં સુધારમાં લાગતા સમયમાં ઘટાડો જોવા મળ્યો છે. 


જૂઓ LIVE TV



અમેરિકામાં કોરોના વાયરસનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 11 લાખથી વધુ કેસ જોવા મળ્યા છે. જેમાં 64000થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 1.64 લાખ આ ખતરનાક બીમારીથી સાજા થયા છે. કોરોનાના કેસના મામલે અમેરિકા બાદ બીજા નંબરે સ્પેન છે.